Tuesday, May 6, 2025

મોરબી રઘુવંશી મહિલા મંડળ દ્વારા જલારામ મંદિરમાં ભવ્ય શરદોત્સવ ઉજવાયો

Advertisement
Advertisement
Advertisement

રઘુવંશી મહિલાઓ માટે વિનામુલ્યે રાસોત્સવ તથા મહાપ્રસાદનું આયોજન

મોરબી રઘુવંશી મહિલા મંડળ દ્વારા રઘુવંશી બહેનો માટે શરદ પૂનમના પાવન પર્વ નિમિતે મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે વિનામુલ્યે ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમા ૧૬૦થી વધુ રઘુવંશી બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિવિધ કેટેગરીના વિજેતા બહેનોએ સંસ્થા તરફથી ઈનામો અર્પણ કરી સન્માનિત તેમજ પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મોરબી જલારામ મંદિર દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

આ કાર્યક્રમને સફળ બનાવવા રઘુવંશી મહિલા મંડળના ચંદ્રિકાબેન પલાણ, હીનાબેન (કશીશ ગીફ્ટ), અવનીબેન, નીલાબેન, ક્રિષ્નાબેન, ઉમાબેન સોમૈયા, અજંલીબેન, કવિતાબેન, નયનાબેન સહીતના અગ્રણીઓ ઉપરાંત મોરબી જલારામ મંદિરના ભાવીનભાઈ ઘેલાણી, હસુભાઈ પંડિત, પપ્પુભાઈ ચંડીભમર, જયંતભાઈ રાઘુરા, ચિરાગભાઈ રાચ્છ, કીશોરભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, અમિતભાઈ પોપટ, કીશોરભાઈ પલાણ, જીતુભાઈ પુજારા, રમેશભાઈ બુધ્ધદેવ, ચિરાગ રૂપારેલીયા સહીતના અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી.

Related Articles

Total Website visit

1,502,781

TRENDING NOW