મોરબીના રંગપર ગામની સીમમાં આવેલ કેશવાનંદ સિરામિક કારખાનામાં કામ કરતી વેળાએ ભઠ્ઠી પરથી પડી જતાં શ્રમિક યુવાનનું મોત નિપજ્યું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકે નોંધ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના રંગપર ગામની સીમમાં આવેલ કેશવાનંદ સિરામિકમાં કામ કરતા કોમલ વન્સલ (ઉ.વ.૩૨) નામના યુવાન તા. ૨૬ના રોજ કારખાનામાં ભઠીમાં કામ કરતા હતા. તે વેળાએ ભઠી પરથી પડી જતાં મોત થયું હતું. જેથી તેના મૃતદેહ પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.