મોરબી: દેશમા ચાલી રહેલ કોરોનાની મહામારીમાં મોરબી શહેરમાં સરકાર ઉપરાંત ઘણી બધી સંસ્થાઓ પ્રજાની મદદે આવી, જેમા ઘણી બધી સંસ્થાઓ પોત પોતાના સમાજ પૂરતી મર્યાદિત હતી. પરંતુ ઘણી સંસ્થાઓ એવી પણ હતી કે જેમા નાત-જાતનો ભેદભાવ રાખ્યા વગર કોરોના દર્દીઓની સેવા કરવામા આવતી. એવી જ એક સંસ્થા યદુનંદન ગૌશાળા સંચાલિત સર્વજ્ઞાતિ કોવિડ કેર સેન્ટર મોરબી, જેના સંચાલિત લાખાભાઈ જારીયા અને દિલુભા જાડેજા (જયદિપ કં.)એ નાત-જાતનો ભેદભાવ રાખ્યા વગર કોરોના દર્દીઓની સેવા કરી સમાજને એક ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું છે.
મોરબી આહીર સમાજના પ્રમુખ તેમજ મોરબી શહેર બીજેપી અધ્યક્ષ લાખાભાઈ મગનભાઈ જારીયા તરફથી મોરબી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને તથા દર્દીઓના સગાઓને જમવાની તથા ફ્રૂટ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી હતી સહભાગી વિશ્વહિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા દરેક દર્દીના વોર્ડમાં જઈને રૂબરૂ આપવામાં આવી હતી. મોરબી સિવિલ હોસ્પિટલમાં ગરીબ કોરોના દર્દીઓ પૌષ્ટિક આહાર ભોજન ખવડાવી અનોખો સેવાયજ્ઞ કરી સમાજને એક ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું છે. લાખાભાઇ જારીયા, તેમજ જયુભા જાડેજા વવાણીયા (જયદીપ કં.)ને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.