Tuesday, March 17, 2026

મોરબી : મોરબી તાલુકા કક્ષાના સ્વાતંત્ર્યપર્વની ઉજવણી ગોરખીજડીયા ખાતે કરવામાં આવી

Advertisement
Advertisement
Advertisement

મોરબી : મોરબી તાલુકા કક્ષાના સ્વાતંત્ર્યપર્વની ઉજવણી ગોરખીજડીયા ખાતે કરવામાં આવી

‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત આ વર્ષે 76 માં સ્વાતંત્ર્ય દિનની મોરબી તાલુકા કક્ષાની ઉજવણી મોરબી તાલુકાના ગોરખીજડીયા ગામે સ્વામીનારાયણ પ્રાથમિક શાળા ખાતે ઉત્સાહ પૂર્વક કરવામાં આવી

મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારના મામલતદાર નિખીલ મહેતાના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. તેમજ મામલતદારના હસ્તે ગોરખીજડીયા ગામના સરપંચ ગૌતમભાઈ મોરડીયાને વિકાસ કાર્યો માટે રૂ.5 લાખનો ચેક અર્પણ કરાયો હતો. સાથે વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરાયા હતા. આ તકે મામલતદાર નિખીલ મહેતા, મોરબી જિલ્લા પંચાયત અધ્યક્ષ જયંતિભાઈ પડસુંબીયા, તાલુકા પંચાયત સદસ્ય પરેશભાઈ રૂપાલા, તાલુકા પંચાયત ચેરમેન રાકેશભાઈ કાવર, પ્રમુખ કાનાભાઈ ચાવડા, ઉપપ્રમુખ વિક્રમભાઈ ઝાલા, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાસદડીયા, પીએસઆઈ જેઠવા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. સંરપચ ગૌતમભાઈ મોરડીયા તથા ગોરખીજડીયા ગ્રામજનોએ ઉપસ્થિત રહેલ મહાનુભાવોનો આભાર વ્યક્ત કરેલ હતો.

Related Articles

Total Website visit

1,597,971

TRENDING NOW