મોરબી જિલ્લામાં વધતાં જતા કોરોના સંક્રમણને અટકાવવા ગુજરાતના 20 શહેરોમાં રાત્રિ કફર્યુ લાગુ કરી દેવામાં આવ્યું છે. જ્યારે સાવચેતીના ભાગરૂપે ગ્રામ્ય પંથકમાં પણ આંશિક લોકડાઉન લાગુ કરાયા છે. ત્યારે પોલીસકર્મી પણ રાત-દિવસ ખડેપગે રહીને ફરજ બજાવી રાત્રિ કફર્યુનું ચૂસ્તપણે લોકો પાલન કરે તેની અમલવારી કરાવી રહી છે. સાથે લોકોને આ મહામારીથી બચવા ફરજિયાત માસ્ક અને કામ શિવાય બહાર નીકળવાનું ટાળવા અપિલ કરાઈ છે.
તેમજ ફરજ સાથે સેવા પર નીભાવી રહી છે. જેમાં અનેક પોલીસ કર્મીઓ દ્વારા લોકોને દંડ ફટકારવાના બદલે વિનામૂલ્યે માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારે મોરબીના જુના બસસ્ટેન્ડ લાતી પ્લોટ ખાતે ટીઆરબીમાં ફરજ બજાવતા પ્રવિણભાઇ મુળજીભાઈ રાઠોડે પોતાના સ્વખર્ચે કોરોના જાગૃતિ માટે પોસ્ટર બનાવી રિક્ષામાં લગાડવામાં આવ્યા હતા. જેમાં લોકોને અપિલ કરવામાં આવી હતી કે “માસ્ક કફનથી નાનું છે. પહેલી લ્યો સમજાય તો..!!
