Monday, March 9, 2026

મોરબી – માળીયા હાઇવે ઉપર “પૈસા કેમ નથી આપતો” કહી ટ્રક ચાલકને માર માર્યો.

Advertisement
Advertisement
Advertisement

મોરબી – માળીયા હાઇવે ઉપર “પૈસા કેમ નથી આપતો” કહી ટ્રક ચાલકને માર માર્યો.

મોરબી – માળીયા હાઇવે ઉપર નાગડાવાસના પાટિયા નજીક આવેલ હોટેલના ગ્રાઉન્ડમાં ટ્રક પાર્ક કરી સુતેલા રાજસ્થાની ટ્રક ડ્રાઇવરને અન્ય ટ્રક ચાલકે પૈસા કેમ નથી આપતો કહી લોખંડના વ્હિલ પાના વડે માર મારી પોતાનો ટ્રક મૂકી નાસી જતા માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

ત્યારે બનાવ અંગે મળતી માહિતી મુજબ મોરબી માળીયા હાઇવે ઉપર નાગડાવાસ ગામના પાટિયા પાસે આવેલી હોટલ માધવના પાર્કિંગમાં ટ્રક પાર્ક કરી કેબિન ઉપર સુતેલા ફરિયાદી બચાયાખાન હસનખાન સહતા રહે. બામનોર તા.સેડવા, જિલ્લો બાડમેર વાળાને આરોપી ટ્રક ચાલક શકુરખાન મિયલખાન સીધી રહે. બામનોર તા.સેડવા, જિલ્લો બાડમેર વાળાએ તું પૈસા કેમ નથી આપતો કહી લોખંડના વ્હિલ પાના વડે માર મારી ફ્રેક્ચર કરી નાખ્યું હતું. ઝઘડો કર્યા બાદ આરોપી ટ્રક ચાલક પોતાનો ટ્રક મૂકી નાસી જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

Related Articles

Total Website visit

1,595,204

TRENDING NOW