મોરબીમાં આગામી ૨૭ અને ૨૮ તારીખે આવશે આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા
મોરબી : ગુજરાતમાં તમામ પાર્ટીઓ આગામી ચૂંટણીની તૈયારીમાં લાગી ગઈ છે ત્યારે મોરબી માળીયા વિધાનસભા સીટ અંગે આમ આદમી પાર્ટી મોરબી દ્વારા મોરબી માળીયા વિધાનસભાના સક્રીય કાર્યકતાઓની ઉમા રિસોર્ટ ખાતે મીટિંગ યોજાઈ હતી જેમાં મોરબી માળીયા વિધાનસભા સીટમાં આવતા તમામ હોદેદારો અને સક્રિય કાર્યકતાઓએ હાજરી આપી હતી.

આ મીટિંગ શિવાજીભાઈ ડાંગર (ગુજરાત પ્રદેશ સંગઠન સહ મંત્રી અને મોરબી જિલ્લા પ્રભારી) અને વસંતભાઈ ગોરીયા (મોરબી જિલ્લા પ્રમુખ અને મોરબી માળીયા વિધાનસભા પ્રભારી) ની આગેવાનીમાં યોજાઈ હતી. આ મિટિંગનો મુખ્ય ઉદ્દેશ્ય આવનાર ૨૦ દિવસમાં ગામડા બેઠક અને ગામડાઓમાં જનસંવાદ શરૂ કરવાનો હતો જે અંગે ટ્રેનિંગ પણ અપાઇ હતી તેમજ સમગ્ર ગુજરાતમાં ફરી રહેલ પરિવર્તન યાત્રા આગામી તારીખ ૨૭ અને ૨૮ મોરબી ખાતે આવી રહી છે તે દરમિયાન થનાર કાર્યક્રમો ની ચર્ચાઓ કરવામાં આવી. આ મિટિંગમાં મુખ્ય મહેમાન તરીકે દિલ્હીથી પધારેલ સૌરવ પાંડે-LPOC કચ્છ-મોરબી ઉપસ્થિત રહ્યા હતા.
મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી સંગઠનના સક્રીય કાર્યકતાઓમાંથી ૭ ટિમો બનાવી આગામી ૧૦ દિવસમાં ૭૦ ગામોમાં તમામ ઘરો સુધી આમ આદમી પાર્ટીએ પહોંચવાનો નિશ્ચય કરેલ છે તેમજ દિવસે દિવસે ગુજરાતમાં વધી રહેલી આમ આદમી પાર્ટીની લોકપ્રિયતાથી આગામી ચૂંટણી રસપ્રદ રહેશે.