
મોરબી: માળીયા-વનાળીયા સોસાયટીમાં આવેલ રામાપીરના મંદીર નજીક તીનપત્તીનો જુગાર રમતા ૭ પતાપ્રેમીઓ નેં મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ મોરબી-૦૨ના માળીયા-વનાળીયા સોસાયટીમાં આવેલ રામાપીરના મંદીર નજીક આરોપી શંકરભાઈ ઉર્ફે અમૃતભાઈ બાંભણવા , કેવલભાઈઆ નટુભાઈ લાંબડીયા, પ્રભાતભાઈ રામજીભાઈ મકવાણા (રહે. ત્રણે. માળીયા- વનાળીયા સોસાયટી મોરબી-૦૨), કરણભાઈ ખેંગારભાઈ મકવાણા, ચીરાગભાઈ અમૃતલાલ સાગઠીયા, અફજલભાઈ અકબરભાઈ સમા, સાહીલભાઈ ઉમેશભાઈ પંચાસરા, (રહે. ત્રણે સો ઓરડી ચામુંડાનગર, મોરબી-૦૨) નેં રોકડ રકમ રૂ. ૨૭૮૦ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પકડી પાડેલ છે. આરોપી વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
