મોરબી માળિયા હાઇવે પર થી દેશી તમંચા સાથે એક ઝડપાયો.
માળીયા મીયાણા પોલીસ ટીમે મોરબી માળિયા હાઇવે પર એક શખ્સને દેશી હાથ બનાવટના તમંચા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. ત્યારે તેમના વિરૂદ્ધ આર્મ્સ એક્ટ અન્વયે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ માળીયા મિયાણા પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન મોરબી – માળીયા હાઇવે ઉપરથી હાથ બનાવટના કાટ ખાઈ ગયેલા તમંચા સાથે આરોપી સુનિલ વિજયભાઈ આધ્રોજીયાને ઝડપી લઈ 5000ની કિંમતનો તમંચો કબ્જે કરી આર્મ્સ એકટ મુજબ કાર્યવાહી કરી હતી.