મોરબી માળિયા ફાટક નજીક 300 લીટર દેશી દારૂ ભરેલી છકડો રિક્ષા સાથે એક ઈસમને પોલીસે ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન કોન્સ્ટેબલ મેહુલભાઇ મઢવીને મળેલ ચોકકસ બાતમી આધારે મોરબી માળીયા ફાટક પાસે પસાર થતી છકડો રીક્ષા નં-GJ-13-V-4194ની તલાસી લેતા રિક્ષામાંથી
દેશી દારૂ લીટર-૩૦૦ના જથ્થા સાથે રીક્ષા ચાલક ગોપાલ મનસુખભાઇ માંડલીયા (ઉ.વ-૧૯રહે.ઢેઢુકી ગામ તા-સાયલા જી-સુરેન્દ્રનગર) ને ઝડપી લીધો હતો.
પોલીસે આરોપી પાસેથી દેશી દારૂ લીટર ૩૦૦/-કિરૂ-૬૦૦૦/ તથા મોબાઇલ કિ રૂ-૨૦૦૦/- તથા છકડો રીક્ષા કિરૂ-૫૦૦૦૦/ મળી કુલ કિરૂ-૫૮૦૦૦/- નો મુદામાલ કબ્જે કરી ગુન્હો કરવામા મદદગારી કરનાર કાળુભાઇ દિપોભાઇ માંડલીયા, મોહિતભાઇ
ઘનશ્યામભાઇ, દેવકુભાઇ દિપોભાઇ માંડલીયા તથા દારૂનો જથ્થો મોકલનાર ઇસમ જીજ્ઞેશભાઇ ઉર્ફે ડાકુ કાળુભાઇ કોળી રહે.ઢેઢુકી ગામ તથા દેશી દારૂ મંગાવનાર ઇસમ અનવરભાઇ હાજીભાઇ માલાણીના નામ ખુલતા પોલીસે છએ ઇસમો વિરૂધ્ધ મોરબી સીટી બી ડીવી પો.સ્ટે.માં પ્રોહી કલમ-૬૬(૧)બી,૬૫-ઇ,૯૮(૨),૮૧ મુજબ ગુન્હો નોંધી આગળની કર્યાવહી હાથ ધરી છે.