મોરબી-માળિયા ને.હ. રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવકનુ મોત, એક ઈજાગ્રસ્ત
મોરબી: મોરબી-માળીયા નેશનલ હાઇવે કેલીબર પેપર મીલથી આગળ રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવકનુ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક પાછળ બેઠેલા વ્યક્તિ ઈજા પહોંચી હતી. આ બનાવ અંગે બાઈક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ગુંગણ ગામે રહેતા મહાદેવભાઈ બેચરભાઈ જંજવાડીયા (ઉ.વ.૫૫)એ આરોપી મોટરસાયકલ રજીસ્ટર નં – GJ-1-CF-8600 ના ચાલક મરણ જનાર સુરેશભાઈ શીવાભાઈ જંજવાડીયા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૦૨-૧૦-૨૦૨૨ ના રોજ સાંજના આઠેક વાગ્યાના અરસામાં
આરોપી પોતાના હવાલાવાળુ મોટરસાયકલ હીરો હોન્ડા સ્પેલન્ડર પ્રો રજીસ્ટર નંબર GJ-1-CF-8600 વાળુ લઇ ગુંગણ ગામના પાટીયા થી મોરબી તરફ જતા આરોપી સુરેશભાઇ શીવાભાઇ જંજવાડીયા જાતે કોળી ઉ.વ ૩૦ રહે-ગામ ગુંગણ કોળીવાસ તા.જી મોરબી વાળાએ બેદરકારી અને પુરઝડપે પોતાની તથા માણસોની જીંદગી જોખમાય તે રીતે રોંગ સાઇડમા હંકારતા મોટરસાયકલ સ્લીપ ખાય જતા આરોપી સુરેશભાઇને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું. તથા પાછળ બેઠેલ કેશવભાઇ રાજાભાઇને ડાબા પગમા સામાન્ય ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે મહાદેવભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ તપાસ હાથ ધરી છે.