Saturday, May 3, 2025

મોરબી-માળિયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જનતાને અપિલ કરી

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં કોરોના કેશોમાં વધારો જોવા મળી રહ્યો છે. જેને લઈને ઘણી હોસ્પીટલના બેડો પણ ફુલ થવા આવ્યા છે. ત્યારે વધતાં જતાં કોરોના સંક્રમણને અટકાવવા બિન જરૂરી બહાર નીકળવાનું લોકો ટાળે તે માટે મોરબી-માળિયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ અપિલ કરી છે.

મોરબીના લોક સેવક તરીકે બ્રિજેશ મેરજાએ મોરબીની જનતાને વિનંતી છે કે પરિવારના સભ્યો ઘરમાં જ રહે. અને એક જ વ્યક્તિ જીવન જરૂરિયાતની વસ્તુ લેવા માટે નીકળે અને સાવચેતી રાખે માસ પહેલા વગર બિલકુલ બહાર નીકળે. તદઉપરાંત જે ઘરમાં દાખલ છે. જેને કોરોના પોઝીટીવ છે. તેમને પણ રેમેડીસીવર ઇન્જેક્શન મળેએ માટે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સમક્ષ રજૂઆત કરતા આવ્યા છે.

અને મોરબીમાં અત્યારે 1900 રેમેડીસીવર ઇન્જેક્શનો જથ્થો પણ સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. ત્યારે આપણે સીટી સ્કેન એચઆરસીટીના આધારે એમડી ડોક્ટરનું પ્રિસ્ક્રીપ્શન અને હશે રેપીટ ટેસ્ટ કરેલ હશે તેને RTPCR કરાવવાની જરૂર નથી એમને ઇન્જેક્શન મળી જશે એવો સ્પષ્ટ પરિપત્ર ગઈકાલે સરકારે પણ જાહેર કર્યો છે. અને ઉદ્યોગકારોને વિનંતી છે કે, ઓક્સિજનની ખુબ જરૂર છે. ત્યારે ઉદ્યોગકારો એમની જ્યાં પણ વગ છે. ત્યાંથી મોરબી માટે તાકીદે ઉપલબ્ધ કરે અને અન્ય ઉદ્યોગકારો અને સમાજસેવીઓ કોરોના કેર સેન્ટર ચાલુ કર્યા છે. એ ધન્યવાદને પાત્ર છે. તેમ મીરબી-માળિયાના બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું.

Related Articles

Total Website visit

1,502,710

TRENDING NOW