મોરબીની સિવિલ હોસ્પિટલમાં રેસિડન્સી મેડિકલ ઓફિસર (આર.એમ.ઓ.) તરીકે ફરજ બજાવતા ડો. કાંતિલાલ સરડવાને એક અજાણ્યા શખ્સે ફોન કરી રેમડેસીવીર ઇંજેક્શન આપવાની માંગણી કરી હતી. પરંતુ સિવિલના આર.એમ.ઓ.એ નિયમ મુજબ આ ઇન્જેક્શનો આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા અજાણ્યા શખ્સે ફોન ઉપર ધમકી આપી હતી.
ગત રાત્રીના એક શખ્સ સીવલ હોસ્પિટલનાં આર.એમ.ઓ ડો. કાંતિલાલ સરડવાને ફોન કરી બીમારી સબબ રેમડીસીવરની માંગણી કરી હતી. ડો.સરડવાએ સરકારના માર્ગદર્શન મુજબ ડોક્યુમેન્ટ અને પુરાવા સાથે હોસ્પિટલના જવાબદાર કર્મચારીને જ ઈજેકશન મળે તેમ કહેતા ફોન પર રહેલા શખ્સ ડૉ.સરડવાને ધમકી આપી હતી કે, જો મારા બાપુજીને કઈ થયું તો તમારી ખેર નથી. આ બનાવ બાદ ડોક્ટર સરડવાએ ફોનમાં રહેલ વ્યક્તિ વિરુદ્ધ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી સામે જાનથી મારી નાખવાની ધમકી તેમજ ફરજમાં રુકાવટનો ગુન્હો નોંધી મોબાઈલ નંબરના આધારે અજાણ્યા ઇસમને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે.