મોરબીના ભરતનગર ગામ નજીક ધ્રુવભાઇ રમેશભાઈ રંગપડીયા યુવક તેના બાઈક પર સવાર હતો તે દરમિયાન પુર ઝડપે આવેલ ટ્રકે એકાએક અચાનક વળાંક લેતા સામે આવતા ધ્રુવ રંગપડીયા ને હડફેટે લઈ ગંભીર રીતે ઘાયલ કર્યો હતો. આ અંગે પ્રકાશભાઈ અઘારા દ્વારા મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે.
જેમાં ફરિયાદી પ્રકાશભાઈ દેવરાજભાઈ અઘારાએ જણાવ્યું હતું કે, ભરતનગર ગામની સિમમા આવેલ ભરતવન ફાર્મ સામે ક્ટ પાસે આ કામના ટાટા ટ્રક કંટેનર રજી નં- GJ-12-BV-8875 ના ચાલકે પોતાના હવાલાનું વાહન પુર ઝડપે અને બેદરકારી ભરી રીતે માણસોની જીંદગી જોખમાય તેમ બેફીકરાયથી ચલાવી સાઇડ લાઈટ કે હાથનો ઇશારો કર્યા વગર એકાએક વળાંક લેતા ફરીના સગા ધ્રુવભાઇ રમેશભાઈ રંગપડીયા ને તેમના મો.સા. કાળા પિળા કલરના એફ.ઝેડ- રજી નં-GJ-36-D-3663 વાળા સહીત હડફેટે લઈ રસ્તા પર પછાડી દઈ જેમા ધ્રુવભાઇ રમેશભાઈ રંગપરિયા ને ડાબા પગની પેની અને ઢિચણ નિચેથી ગંભીર ઇજા કરી પોતાના હવાલા વાળુ વાહન સ્થળ ઉપર રેઢુ મુકી નાસી ગયો હતો. આ અંગે મોરબી તાલુકા પોલીસે IPC કલમ-૨૭૯,૩૩૭,૩૩૮ MV ACT કલમ-૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.