મોરબી: બૌધ્ધનગરમા યુવક પર બે શખ્સોનો છરી વડે હુમલો
મોરબી: મોરબીના બૌધ્ધનગર સોસાયટીમાં યુવાને બે શખ્સોને અહી કેમ ઉભા છો તેમ કહેતા સારું ન લાગતા બંને શખ્સોએ યુવક પર છરી વડે હુમલો કર્યો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર યુવાને બંને શખ્સો વિરુદ્ધ મોરબી સિટી બી ડીવીજન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી બૌધ્ધનગર સોસાયટીમાં રહેતા સુરેશભાઈ ખાનાભાઈ પરમાર (ઉ.વ.૩૩) એ આરોપી અક્ષય ઉર્ફે કાનો રતીલાલભાઈ મકવાણા તથા નિલેષ જયેશભાઇ મકવાણા રહે. બંને મોરબી -૨, બૌધ્ધનગર તા. મોરબી વાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૧૪-૦૧-૨૦૨૩ ના રોજ કોઇપણ સમયે આરોપીઓ ફરીયાદીના ઘર પાસે શેરીમા ફરીયાદીના મોટરસાયકલ પાસે ઉભા રહી મોટરસાયકલમાં કોઇ છેડછાડ કરતા હોય જેથી ફરીયાદીએ આરોપીઓને અહી કેમ ઉભા છો તેમ કહેતા આરોપીઓને સારૂ નહી લાગતા આરોપીઓએ ફરીયાદીને બિભત્સ ગાળો આપતા ફરીયાદીએ ગાળો આપવાની ના કહેતા આરોપીઓ એકદમ ઉશ્કેરાઇ જઇ આરોપી અક્ષયએ પેન્ટના નેફામાથી છરી કાઢી ફરીયાદીને છરી વડે મોઢા ઉપર ઇજા કરતા તેમજ આરોપી નિલેષે સાહેદ ને છરી વડે માથામા તથા ગળા પાસે નાની મોટી ઇજા પહોંચાડી હતી. આ બનાવ અંગે સુરેશભાઈએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.