મોરબી : બેલા ગામે તળાવમાં ડૂબી જતાં યુવક નું મોત
મોરબીના બેલા ગામ નજીક આવેલ સિરામીક ફેકટરીમાં કામ કરતા યુવાનનું તળાવમાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના પીપીળી રોડ ઉપર બેલા ગામ પાસે આવેલ ઇવોના સીરામીક ફેકટરીમાં રહેતા અને કામ કરતા બુધલુભાઇ સુરૂભાઇ ઘાટુવાળ ઉ.28 નામના યુવાનનું નજીકમાં આવેલ તળાવમાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.