Saturday, March 14, 2026

મોરબી બાયપાસ નજીક હાઈવે ઉપર બ્રીજના છેડે બાઈકે ટક્કર મારતાં યુવાન ઈજાગ્રસ્ત

Advertisement
Advertisement
Advertisement

મોરબી બાયપાસ નજીક હાઈવે ઉપર બ્રીજના છેડે બાઈકે ટક્કર મારતાં યુવાન ઈજાગ્રસ્ત

મોરબી: રાજકોટ મોરબી બાયપાસ નજીક હાઈવે ઉપર વિરાટ પાઉંભાજી પાસે બ્રીજના છેડે રોડ ઉપર ચાલીને જતા યુવાનને બાઈકે ટક્કર મારતાં યુવાન ઈજાગ્રસ્ત થયો જેથી ભોગ બનનાર યુવાને આરોપી મોટરસાયકલ ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ માળીયા (મી) તાલુકાના નાની બરાર ગામે રહેતા અશોકભાઇ પરબતભાઇ ચાવડા (ઉ.વ.૩૭) એ આરોપી કિરણભાઈ મગનભાઈ રહેશીયા રહે સકત શનાળા લાયન્સનગર શેરી નં -૨ જી.ઈ. બી. મેઇન રોડ તા.જી. મોરબી વાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૭-૧૧-૨૦૨૨ ના રોજ રાતના સાડા નવેક વાગ્યાના અરસામાં આરોપીએ પોતાના હવાલા વાળુ મોટર સાયકલ નં- GJ-36-AD-1348 વાળુ પુર ઝડપે અને ગફલત ભરી રીતે બેદરકારીથી ચલાવી ફરીયાદીના પગે ચાલતા જતા હોય તેમને ટક્કર મારી નિચે પછાડી દઈ ફરીયાદીને જમણા પગના પંજા ઉપર નળાના ભાગે ફેક્ચર કરી તેમજ શરીરે નાની મોટી ઇજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર અશોકભાઈ એ આરોપી મોટરસાયકલના ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇ.પી.સી કલમ-૨૭૯, ૩૩૭, ૩૩૮ એમ.વી.એકટ કલમ-૧૭૭, ૧૮૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,597,060

TRENDING NOW