Sunday, May 4, 2025

મોરબી ફાયર વિભાગની ટીમ દ્વારા દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ વિરપર ખાતે શાળાના વિદ્યાર્થીઓને ટ્રેનીંગ અપાઈ

Advertisement
Advertisement
Advertisement

મોરબી ફાયર વિભાગની ટીમ દ્વારા દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ વિરપર ખાતે શાળાના વિદ્યાર્થીઓને ટ્રેનીંગ અપાઈ

મોરબી: મોરબી ફાયર બ્રિગેડ ટીમ દ્વારા જીલ્લા વહીવટી તંત્ર, ડીઝાસ્ટર મેનેજમેન્ટ સેલ અને જીલ્લા યુવા વિકાસ વિભાગના સહયોગથી આજે દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ, વીરપર મોરબી ખાતે શાળાના વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓ તેમજ દરેક સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

જેમાં આગ ના લાગે એ માટેના જરૂરી પગલાં, આગ લાગે ત્યારે કેવી રીતે બચાવ કામગીરી કરવી, જો કોઈ વ્યક્તિ બિલ્ડીંગ કે અન્ય જગ્યાએ આગ અકસ્માતમાં ફસાઈ જાય તો પોતાનો સ્વ બચાવ કેવી રીતે કરવો અને અન્યને પણ કેવી રીતે બચાવવા અને બિલ્ડીંગની બહાર કેવી રીતે કાઢવા, આગ લાગે તો ફિક્સ ફાયર ઈંસ્ટોલેશન ફાયરના સાધનોથી આગ કેવી રીતે બુઝાવવીએ શિખવાડવામાં આવ્યું.

મોરબી ફાયર ટીમ કેવી કેવી કામગીરી કરે છે અને ફાયરના સાધનોનું ડેમોન્સટ્રેસન અને કોઈ પણ ફાયર અને રેસ્ક્યુ વખતે ઈમરજન્સી કોન્ટેક્ટ નંબર ૧૦૧ વિષે માહિતી આપવામાં આવી તેમજ ફાયર વોટર બ્રાઉઝર દ્વારા ફાઈટીંગ નું ડેમોન્સટ્રેસન કરવામાં આવ્યુ હતુ.

Related Articles

Total Website visit

1,502,732

TRENDING NOW