મોરબી: કેળવણી નિરીક્ષકમાંથી ક્લાસ-2 માં બઢતી મેળવી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મોરબી ખાતે નિયુક્ત થવા બદલ ચંદ્રકાંત સી કાવરને રૂબરૂ મળીને ગ્રામ્ય-શહેર પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
શિક્ષણ વિભાગ દ્વારા બઢતી મેળવીને મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે નિયુક્ત થયેલ ચંદ્રકાંત સી કાવરને શુભેચ્છાઓ પાઠવવા મોરબી ગ્રામ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સંદીપ આદ્રોજા અને શહેર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ધીરૂભાઈ જાકાસણીયાએ રૂબરૂ મુલાકાત કરી હતી અને તેમને શુભકામનાઓ પાઠવી હતી.