મોરબી પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારી તેમજ કર્મચારીઓએ “આતંવાદ વિરોધી દિવસ”ની ઉજવણી પ્રસંગે શપથ લીધા. 21 મે 1991 ના રોજ ભારતના 7 મા વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા પછી રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસની સત્તાવાર ઘોષણા કરવામાં આવી હતી. આ દિવસે તમામ સરકારી કચેરીઓ, જાહેર ક્ષેત્રના ઉપક્રમો અને અન્ય જાહેર સંસ્થાઓમાં આતંકવાદ વિરોધી શપથ લેવામાં આવે છે.





