Friday, March 13, 2026

મોરબી પાવડિયારી કેનાલ પાસે, ક્યોરા સિરામીકની દીવાલની પાછળ જાહેરમાં જુગાર રમતા છ ઝડપાયા.

Advertisement
Advertisement
Advertisement

મોરબી પાવડિયારી કેનાલ પાસે, ક્યોરા સિરામીકની દીવાલની પાછળ જાહેરમાં જુગાર રમતા છ ઝડપાયા.

મોરબીના પાવડિયારી કેનાલ પાસે બાતમીના આધારે ક્યોરા સિરામિકની દીવાલ પાછળ જાહેરમાં જુગાર રમતા છ પત્તા પ્રેમીઓને પકડી પાડવામાં આવ્યા હતા. ત્યારે તેમના વિરૂદ્ધ જુગારધારા અન્વયે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના પાવડિયારી કેનાલ પાસે બાતમીના આધારે ક્યોરા સિરામિકની દીવાલ પાછળ અમુક જુગારીઓ પત્તા રમતા હોઈ તેવી બાતમીના આધારે પોલીસે ત્યાં રેઇડ કરી હતી ત્યારે સ્થળ પરથી જુગાર રમતા દિનેશભાઈ ભીખાભાઈ ઝાલા, હસમુખભાઈ અમરશીભાઈ મકવાણા,દેવજીભાઈ પરસોતમભાઈ ચાવડા,રાજેશભાઈ રમેશભાઈ રાઠોડ,અલ્પેશભાઈ મેરામભાઈ માધર, જયેશભાઈ લક્ષ્મણભાઈ વાણિયા જુગાર રમતા મડી આવ્યા હતા ત્યારે પોલીસે તેમના વિરૂદ્ધ જુગારધારા અન્વયે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત ૩૫,૫૦૦/- ની રોકડ રકમ કબજે કરવામાં આવી છે.

Related Articles

Total Website visit

1,595,566

TRENDING NOW