Friday, March 13, 2026

મોરબી પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને તેના પુત્રની હત્યા: પાંચ શખ્શો વિરૂધ ફરિયાદ

Advertisement
Advertisement
Advertisement

મોરબી પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને તેના પુત્રને ચૂંટણીના વેરઝેરમાં માથાભારે ઈસમોએ ઘરે જઈ ધારીયા, છરી જેવા તીક્ષણ હથિયારના ધા ઝીંકી હત્યા કરાઇ હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ બનાવ અંગે હત્યા મામલે મૃતક ફારૂકભાઈ મોટલાણીના પત્ની રજીયાબેને પાંચ શખ્સો વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબી નગરપાલિકાના ઉપપ્રમુખ ફારૂકભાઈ ઇબ્રાહિમભાઈ મોટલાણી અને તેમના પુત્ર ઈમ્તિયાઝ ગતરાત્રિએ વિશિપરામાં તેના ઘરે હાજર હતા. ત્યારે પાંચેક જેટલા શખ્સોએ ધારીયા, છરી જેવા ઘાતક હથિયારો ધારણ કરી પિતાપુત્ર ઉપર હુમલો કરતા બન્નેનું મૃત્યુ નીપજ્યું હતું. જેથી બન્નેના મૃતદેહને પી.એમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં એસપી, ડીવાયએસપી, એસઓજી, એલસીબી, એ ડિવિઝન, બી ડિવિઝન પોલીસ દોડી ગઇ હતી.

આ બેવડી હત્યાના બનાવ અંગે મૃતક ફારૂકભાઈના પત્ની રજીયાબેન મોટલાણીએ દાદુ ઉર્ફે રફીક તાજમહમદ, અસગર જાકબ ભટ્ટી, જુસા જાકબ ભટ્ટી, આસિફ સુમરા અને મોઇન હાસમ દાવલિયા ઉર્ફે લાલો પિંજરા વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં અગાઉ ચૂંટણીના વેરઝેરમાં ઉપરોકત પાંચેય શખ્સોએ એક સંપ કરી પોતાના પતિ અને પુત્રને છરી, ધારીયા જેવા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી મોત નિપજાવ્યું હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. પોલીસે ફરિયાદ આધારે હત્યારાઓની શોધખોળ આદરી ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

Related Articles

Total Website visit

1,595,566

TRENDING NOW