Saturday, May 3, 2025

મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા કોવિડ કેર સેન્ટરમાં સેવા આપનાર ડૉક્ટરો અને કાર્યકતાઓનું સન્માન

Advertisement
Advertisement
Advertisement

મોરબી: કોરોના કહેરે વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો. ત્યારે બીજી લહેર પણ એટલી જ ઘાતક નીવડી હતી. જેથી મોરબી જિલ્લામાં કોરોના દર્દીઓ માટે અનેક કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા હતા. જેમાં પરશુરામ ધામ ખાતે બ્રહ્મસમાજના કોરોના દર્દીઓ માટે કોવિડ કેર અને આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં સેવા આપનાર ડોક્ટરો અને નર્સીંગ સ્ટાફ અને કાર્યકર્તાઓનું શ્રી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવા માટે પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ નિરજભાઈ ભટ્ટ, ધર્મેન્દ્રભાઈ જોષી, ધ્યાનેશભાઈ રાવલ, ચિંતનભાઈ ભટ્ટ તથા સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

Related Articles

Total Website visit

1,502,711

TRENDING NOW