Saturday, March 7, 2026

મોરબી નુતન ટ્રક ગૃપ અને આઈશ્રી સોનલ કૃપા રોડ લાઈન્સ દ્વારા પંજાબ પુર અસરગ્રસ્તો માટે રાહત સામગ્રી મોકલી માનવતા મહેકાવી

Advertisement
Advertisement
Advertisement

મોરબી નુતન ટ્રક ગૃપ અને આઈશ્રી સોનલ કૃપા રોડ લાઈન્સ દ્વારા પંજાબ પુર અસરગ્રસ્તો માટે રાહત સામગ્રી મોકલી માનવતા મહેકાવી

મોરબીના નુતન ટ્રક ગૃપ અને આઈશ્રી સોનલ કૃપા રોડ લાઈન્સ પંજાબ પુર પીડિતોને મદદરૂપ બન્યા મોરબીથી ટ્રક ભરી મોકલી રાહત સામગ્રી

મોરબીના નુતન ટ્રક ગૃપ અને આઈશ્રી સોનલ કૃપા રોડ લાઈન્સ દ્વારા પંજાબ પુર અસરગ્રસ્તો માટે રાહત સામગ્રી મોકલી માનવતા મહેકાવી છે મોરબીના ટ્રક ટ્રાન્સપોર્ટરો મસીહાઓ દ્વારા તાજેતરમાં પંજાબમાં ભયંકર પુર‌ આવ્યુ જે પુરના ધસમસતા પાણીએ જબરી તારાજી સર્જી જાનમાલની સાથે મકાનો ખેતરોને તહસનહસ કરી ભારે તબાહી મચાવી જળબંબાકાર જેવી સ્થિતિ ઉભી થઈ જતા મોટું નુકસાન‌ થવા પામ્યુ છે અને અનેક પરીવારો ઘરવિહોણા બની હાલ બેહાલ થઇ જતા ચોતરફથી મદદ માટે આગળ આવીને દેશના અલગ અલગ રાજ્યો શહેરોમાંથી પુર પીડિતોની મદદે ખટારા ભરીને ભરીને મદદરૂપ બનવા પંજાબ તરફ દોટ મૂકી છે ત્યારે મોરબી નૃતન ટ્રક ગૃપ અને આઈશ્રી સોનલ કૃપા રોડ લાઈન્સ દ્વારા પંજાબ પુર પીડિતોની મદદ માટે રહેવાસીઓને ગુહાર લગાવતા મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટરો મસીહાઓએ‌ એકતા ભાઈચારા સાથે પ્રથમ માનવતાની જ્યોત જગાવીને હિન્દુ મુસ્લિમ એકતા સાથે દેશની દરેક જનતા પ્રથમ ભારતીય છે મારા દેશના દરેક સભ્ય મારો પરીવાર છે તેવા ઉમદા વિચાર અને સેવાકીય પ્રવૃતિઓ કરતા ગ્રુપ દ્વારા પંજાબ પુર પીડિતો માટે કંઇક કરી બતાવવાની ભાવના સાથે આગળ આવીને ટ્રક ટ્રાસ્પોર્ટર મસીહાઓ દ્વારા અનાજ કીટ બિસ્કીટ કપડાં ધાબળાઓ કઠોળ બટેટા રોકડ રકમ‌ સહીત જીવન જરૂરિયાત તમામ ચીજવસ્તુઓ એકત્રીત કરીને ગાડીઓ ભરીને પંજાબ પુર પીડિતોને સહાયક બનવા મોરબી નુતન ટ્રક ગૃપ અને આઈશ્રી સોનલ કૃપા રોડલાઈન્સ દ્રારા મોરબીથી પંજાબ જવા રવાના થયેલ છે જ્યાં પુર પીડિતોને મળીને પુર અસરગ્રસ્તોની વહારે મોરબીના ટ્રાન્સપોર્ટરો દ્વારા પંજાબ પુર પીડિતો સુધી પહોંચી જીવન જરૂરિયાત ચીજવસ્તુઓની સહાય કરી માનવતા મહેકાવી હતી

Related Articles

Total Website visit

1,595,078

TRENDING NOW