Sunday, May 4, 2025

મોરબી ના સર્વે જીવદયા પ્રેમીઓ ના આશીર્વાદ અને સાથ સહકાર થી મોરબી ના અબોલ જીવો ની સેવા માં વધુ એક અનોખી પહેલ

Advertisement
Advertisement
Advertisement

મોરબી ના સર્વે જીવદયા પ્રેમીઓ ના આશીર્વાદ અને સાથ સહકાર થી મોરબી ના અબોલ જીવો ની સેવા માં વધુ એક અનોખી પહેલ

મોરબી માં આપડે બિનવારશું અબોલ પશુ-પક્ષીઓ માટે વિનામૂલ્યે એનીમલ હેલ્પલાઈન ચલાવી રહ્યા. છીએ ત્યારે હવે મોરબી માં સૌ પ્રથમ વખત આપડા ટ્રસ્ટ હસ્તક એક પેટ ક્લિનિક ખુલવા જય રહ્યું છે જેમાં ઉચ્ચ ડીગ્રી ધરાવતા ડોકટર દ્વારા બિનવારશું અને માલિકી ના પણ નાના પશુ-પક્ષીઓ ની પણ તદ્દન ફ્રી સારવાર કરી આપવા માં આવશે.

આની સાથે સાથે લેબોરેટરી ના રિપોર્ટ પણ બજાર કરતા 30 થી 50 % સુધી ના રાહત દરે કરી આપવા માં આવશે.
તથા દવાઓ માં પણ માતબર રકમ ની રાહત આપવા માં આવશે.

સાથે સાથે અન્ય તમામ સુવિધાઓ ન નફા ન નુકસાન ના ધોરણે પુરી પાડવા માં આવશે.

આ ક્લિનિક થકી એવા તમામ જીવદયા પ્રેમીઓ કે જેઓ આર્થિક રીતે સધ્ધર નથી પણ પાલતુ જીવો ને પોતાના જીવ થી વિશેષ રાખે છે અને સારવાર ના મોંઘા ખર્ચ કરી શકતા ન હોઈ તેવા દરેક જીવદયા પ્રેમીઓ માટે આ ક્લિનિક મદદરૂપ થશે.

આની સાથે સાથે ભવિષ્ય માં વધુ સાધનો જેમકે લેબોરેટરી,X- Ray, સોનોગ્રાફી,પીનિંગ વગેરે સુવિધાઓ ફંડ આવક ની સાથે સાથે વસાવવા માં આવશે.

આ ક્લિનિક થકી બિનવારશું પશુ-પક્ષીઓ નું એકદમ વિનામૂલ્યે નિદાન પણ કરવા માં આવસે.

વધુ વિગત થોડાજ દિવસો માં જાણ કરવા માં આવશે .
કર્તવ્ય જીવદયા કેન્દ્ર
મો.7574885747

Related Articles

Total Website visit

1,502,741

TRENDING NOW