મોરબીના કેનાલ રોડ પર જઈ રહેલ પિતા પુત્રને અકસ્માત નડ્યો હતો. રાત્રીના સમયે લિલાપર કેનાલ રોડ પર જઈ રહેલ પિતા પુત્રને કાર ચાલકે હડફેટે લેતા પુત્રનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું અને પોતાને સારવાર આર્થે ખસેડવામાં આવ્યા હતા.
બનાવ ની મળતી વિગતો અનુસાર રવાપરના બોનીપાર્ક આસોપાલવ સોસાયટીમાં રહેતા દિવ્યેશભાઈ પટેલ તેમજ તેમના પિતા કેશવજીભાઇ પટેલ બંને તારીખ ૨૬/૬ ની રાત્રે લિલાપર કેનાલ રોડ પર પોતાનું એક્ટિવા મોપેડ લઈ ને જઈ રહ્યા હોય ત્યારે. એક ઈસમ પુર ઝડપે કાર ચલાવી રહ્યો હોય અને તેમના એક્ટિવા મોપેડ સાથે કાર અથડાઈ હતી. બાદ તે કાર ચાલક જતો રહ્યો હોય. ત્યારે પુત્ર દિવ્યેશ પટેલ નું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. ત્યારે બીજી તરફ કેશવજીભાઇ ને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે મોરબી તાલુકા પોલીસ દ્વારા GJ-36-L-4865 કારના ચાલક સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.