Sunday, May 4, 2025

મોરબી ના રાજપર રોડ પર બાઈક ચાલકને હડફેટે લેતા અકસ્માત, કાર ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાઇ.

Advertisement
Advertisement
Advertisement

મોરબી ના રાજપર રોડ પર બાઈક ચાલકને હડફેટે લેતા અકસ્માત, કાર ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાઇ.

મોરબી માં રાજપર રોડ પર બાઈક ચાલક અને કાર ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં રાજપર રોડ પર બાઈક પર જતા આ કામ ના ફરિયાદી ને આરોપીએ કાર દ્વારા હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. ત્યારે આ મામલે કાર ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાઇ છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી શનાળા બાયપાસ, આનંદનગર નગરમાં રહેતા નિલેષભાઈ અમરશીભાઈ કોરીંગા (ઉ.વ.૩૬) એ આરોપી ફોર વ્હીલ કાર રજીસ્ટર નંબર-GJ-03- EQ-0826 ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૧-૦૨-૨૦૨૩ ના રોજ સવારના આશરે પોણા આઠેક વાગ્યાના અરસામાં આરોપીએ પોતાના હવાલા વાળી કાર નંબર GJ-36-B-2596 વાળી પુર ઝડપે અને ગફલત ભરી રીતે બેફીકરાઇથી પોતાની તથા અન્યની જીંદગી જોખમાય તે રીતે ચલાવી લાવી ફરીયાદીની મોટરસાયકલ નંબર GJ-03- EQ-0826 સાથે સામેથી અથાડી એક્સીડન્ટ કરતા ફરીયાદીને મોટરસાયકલ સાથે નીચે પાડી દેતા બન્ને પગે ફેક્ચર જેવી ઇજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર નિલેષભાઈએ આરોપી કાર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,733

TRENDING NOW