મોરબી ના મહેન્દ્રનગર નજીક ઓફિસ માંથી દારૂની બોટલ સાથે એક ઝડપાયો.
મોરબી ના દલવાડી સર્કલ પાસે રહેતા એક વ્યક્તિને મહેન્દ્રનગર ચાર રસ્તાથી મોરબી-માળીયા નેશનલ હાઇવે રોડ ઉપર આવેલ એમ્પાયર ૩૬ કોમ્પલેક્ષના બીજા માળે ઓફિસમાંથી ઈંગ્લીશ દારૂની સાત બોટલ સાથે મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના દલવાડી સર્કલ પાસે રહેતા સુભાષભાઈ હસમુખભાઇ પટેલ (ઉ.વ.૩૩)એ મોરબીના મહેન્દ્રનગર ચાર રસ્તાથી મોરબી-માળીયા નેશનલ હાઇવે રોડ ઉપર આવેલ એમ્પાયર ૩૬ કોમ્પલેક્ષના બીજા માળે આવેલ પોતાના કબ્જા ભોગવટા વાળી ઓફિસમાં ગેરકાયદેસર રીતે વેંચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૭ કિં રૂ. ૧૨,૦૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી સુભાષભાઈને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.