મોરબી ના દલવાડી સર્કલ નજીકની સોસાયટીના રહેણાક મકાનમાં જુગાર રમતા ૭ ઝડપાયા.
મોરબીના દલવાડી સર્કલ સરદાર-૩ સોસાયટીમાં રહેણાંક મકાનમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઈસમોને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.
ત્યારે આ અંગે મડતી માહિતી મુજબ મોરબી સીટી એ ડીવીજન પોલીસ ને ખાનગીરાહે બાતમી મળેલ કે અશોકભાઇ પરસોતમભાઇ સવેરા રહે. મોરબી દલવાડી સર્કલ સરદાર-૩ સોસાયટી વાળા પોતાના રહેણાક મકાનમાં બહાર થી માણસો ભેગા કરી જુગારના સાધનો પુરા પાડી પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવતા હોય જેથી બાતમીના આધારે રેઇડ કરતા સાત ઇસમો નશીબ આધારીત ગંજીપતાના પાના પૈસા વડે જુગાર રમતાં સાત ઈસમો અશોકભાઇ પરસોતમભાઇ સવેરા રહે.મોરબી દલવાડી સર્કલ કેનાલ સામે સરદાર-૩ સોસાયટી, રાજભાઇ અશોકભાઇ સવેરા રહે. મોરબી દલવાડી સર્કલ કેનાલ સામે સરદાર-૩ સોસાયટી, મુકેશભાઇ નાથાભાઇ વેકરીયા રહે.ધુળસીયા તા.જી.જામનગર, સંજયભાઇ બાબુભા દોંગા રહે.કાલાવડ પટેલનગર જુનાગઢ જામનગર હાઇવે પર જી.જામનગર, ચીન્ટુભાઇ ધનજીભાઇ રતનપરા રહે મોરબી ઉમા રેસીડેન્સી-૨ દલવાડીસર્કલ, આકાશભાઇ રમશુભાઇ ખરાડી રહે.મોરબી દલવાડીસર્કલ પાસે ઝુપડામા, કલ્પેશભાઇ પ્રવીણભાઇ સાંઇજા રહે.સરધાર શાંતીનગર તા.જી.રાજકોટ વાળાને રોકડ રૂ.૧,૬૪,૫૦૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડી આરોપી વિરુધ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો રજીસ્ટર કરી કાયદેસર ની કાર્યવાહી કરેલ છે.