Tuesday, May 13, 2025

મોરબી ના જેતપર(મચ્છુ) ગામે બે શખ્શોએ યુવકને લાકડી વડે માર માર્યો.

Advertisement
Advertisement
Advertisement

મોરબી ના જેતપર(મચ્છુ) ગામે બે શખ્શોએ યુવકને લાકડી વડે માર માર્યો.

મોરબી તાલુકાના જેતપર (મચ્છુ) ગામે યુવક પોતાના પ્લોટમાં દિવાલ બનાવતા હોય ત્યારે બે શખ્સો આવી આ પ્લોટ મારો છે તેમ કહી ગાળો આપી લાકડાના ધોકા વડે યુવકને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર યુવકે આરોપી બંને શખ્સો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જેતપર (મચ્છુ) ગામે રહેતા વિક્રમભાઈ સવશીભાઈ માલણીયા (ઉ.વ.૨૫) એ આરોપી તેમના જ ગામના જુસબભાઈ નથુભાઈ કૈઇડા તથા મહેબુબભાઈ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૨૮-૦૩-૨૦૨૩ ના રોજ સવારના આશરે દશેક વાગ્યાના અરસામાં ફરીયાદી પોતાના મકાન આગળ પોતાની જમીનના પ્લોટમા દિવાલ બનાવતા હોય અને આરોપીઓ આવી આ મારો પ્લોટ છે તેમ કહી બોલાચાલી કરી ગાળો આપી આરોપી જુસબભાઈ લાકડાના ધોકા વડે ડાબા પગમા માર મારી અને બન્ને આરોપીએ જાનથી મારી નાંખાવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે વિક્રમભાઈએ બંને આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,503,537

TRENDING NOW