Tuesday, May 6, 2025

મોરબી નવા બસ સ્ટેન્ડ ખાતે એસટી કર્મચારીઓ દ્વારા વિવિધ પડતર પ્રશ્નોના નિરાકરણ માટે સુત્રોચ્ચાર કરી વિરોધ કર્યો

Advertisement
Advertisement
Advertisement

મોરબી: સમગ્ર ગુજરાતમાં ગુજરાત એસ ટી કર્મચારી સંકલન સમિતિ દ્વારા જાહેર કરવામાં આવેલ આંદોલન મુજબ આજથી તા. ૨૭ સપ્ટેમ્બર થી ૧ઓક્ટોબર સુધી રીશેસ દરમિયાન દરેક વિભાગ અને ડેપો ખાતે તમામ કામદારો સાથે રહી શાંતિપૂર્વક સુત્રોચાર કરવાનુ નક્કી કરવામાં આવેલ છે.

જે મુજબ આજે મોરબી નવા બસ સ્ટેન્ડ ખાતે વધુમાં વધુ કામદારો હાજર રહી રીશેસ સમયે એસ. ટી પ્રીમાઈશની બહાર ગેટ પાસે સંકલન સમિતિ દ્વારા ”નિગમ બચાવ કામદાર બચાવના” નારા સાથે સુત્રોચાર કરવામાં આવ્યા હતા.

ગુજરાતમા એસટી કર્મચારીઓ દ્વારા તા. ૧૬ થી ૨૪ સુધી કાળી પટ્ટી બાંધી લાંબા સમયથી પડતર પ્રશ્નોની માંગણી પૂર્ણ ના થવાને કારણે વિરોધ કરવામાં આવેલ છતાં સરકાર દ્વારા કોઈ હકારાત્મક પ્રત્યુતર નહિ મળતા આજે ગુજરાત એસટી કર્મચારીઓ દ્વારા સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો ત્યારે એસટી મોરબી સંકલન સમિતિ અને એસટી કર્મચારીઓ મોરબીના ડેપો ખાતે ગુજરાત એસ ટી વર્કસ ફેડરેશન, ગુજરાત એસ ટી કર્મચારી મહામંડળ, ગુજરાત એસ ટી મજદુર મહાસંઘ દ્વારા પડતર પ્રશ્નોનોની માંગના નિરાકરણ માટે ”નિગમ બચાવ કામદાર બચાવના” સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. તેમજ જો ટુક સમયમાં એસટી કર્મચારીઓની માંગને ધ્યાનમાં લેવામાં નહી આવે તો સમગ્ર ગુજરાતમાં તા. ૮ થી ૧૦ ઓક્ટોબર સુધી એસટી કર્મચારીઓ સ્વયંભૂ હડતાળ પર ઉતરશે જેના કારણે ગુજરાતમા એસટીઓના પૈડાં થંભશે. અને લોકોને અવર જવર કરવામાં હાલકીનો સામનો કરવો પડશે. તેથી વહેલી તકે ગુજરાત સરકાર દ્વારા એસટી કર્મચારીઓની માંગને સંતોષવામાં આવે તેવી એસટી વિભાગના કર્મચારીઓ દ્વારા માંગ કરવામાં આવેલ છે.

Related Articles

Total Website visit

1,502,781

TRENDING NOW