મોરબી નગરપાલિકાની ડીઝાઈન બદલાવા તરફ, એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર સાખી લેવામાં નહી: કાંતિભાઇ અમૃતિયા
મોરબી: મોરબી નગરપાલિકા ખાડે ગઈ છે અનેક પ્રકારના બિલો હજુ બાકી છે લાઈટ બિલ, ભુર્ગર ગટર તેમજ અન્ય આવા અનેક પ્રકારના બિલો આપવામાં પાલિકા અસમક્ષ રહી છે જ્યારે પાલિકાના કાઉન્સેલરો લખપતિ છે તેવી પાલિકાના રૂપિયા નામે મીંડે ગઈ છે. મોરબી પાલીકામાં આજે યોજાયેલ મિટિંગમાં અનેક પ્રશ્નો બાબતે ચર્ચા કરવામાં આવી હતી મોરબી માળીયા ના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ પાલિકાના તમામ વિભાગની વિગત મેળવી હતી આગામી દિવસોમાં પાલિકમાં સારા કામો થાય તે માટે ધારાસભ્ય દ્વારા ટકોર કરવામાં આવી છે.
કાંતિભાઇ અમૃતિયા દ્વારા નગરપાલિકાને કરવામાં આવેલ ટકોરથી લોકોને એવી આશા જાગી છે નગરની ડીઝાઈન હવે બદલશે.