મોરબી :- ધોળેશ્વર રોડ પાસે જાહેરમાં જુગાર રમતા બે ઝડપાયા.
મોરબી બી ડિવિઝન પોલીસ મોરબીના સામા કાંઠા વિસ્તારમાં આવેલ ધોળેશ્વર રોડ સ્મશાન પાસે જાહેરમાં ખુલ્લામાં જુગાર રમતા બે વિશે મને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આરોપી
(૧) મહેશભાઈ વિનોદરાય મહેતા (ઉ.વ.૫૧)
(૨) અદ્રેમનભાઈ ઉર્ફે અબ્દુલ રહેમાન ભાઈ તુરક(ઉ.વ.૩૫) મોરબી વાળાને પકડી પાડવામાં આવ્યા છે ત્યારે તેમની પાસેથી ૨૯૦૦/- ની રોકડ રકમ કબજે કરવામાં આવી છે ઉપરાંત જુગાર ધારા કલમ 12 અંતર્ગત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





