Wednesday, June 17, 2026

મોરબી: તું કેમ મારી સાથે રહેતી નથી તેમ કહી પતિએ પત્નીને માર માર્યો

Advertisement
Advertisement
Advertisement

મોરબી: તું કેમ મારી સાથે રહેતી નથી તેમ કહી પતિએ પત્નીને માર માર્યો

મોરબી: મોરબીમાં સામાકાંઠા વિસ્તારમાં નીર્મલ જ્યોતી પેટ્રોલ પંપની બાજુમાં મોતીભાઈ ના ભંગારના ડેલે પરણીતા કામ કરતી હોય ત્યાં તેનો પતિ આવી તું કેમ મારી સાથે નથી રહેતી તેમ કહી પતિએ પત્નીને માર મારી હોવાની ભોગ બનનાર પરણીતાએ તેના પતિ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ માળીયા તાલુકાના મોટા દહીસરા ગામે રહેતા કમળાબેન રમેશભાઈ પારીયા (ઉ.વ.૪૫) એ આરોપી તેમના પતિ રમેશભાઈ દલપતભાઈ પારીયા રહે. ઉમીયાનગર મોરબી -૨ વાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૧-૧૧-૨૦૨૨ ના રોજ સવારના સાડા આઠેક વાગ્યા વખતે ફરીયાદી તથા આરોપી પતી-પત્ની થતા હોય જેમા ફરીયાદી મોતીભાઈના ભંગારના ડેલે સાફ સફાઈનુ કામ કરતા હોય તે વખતે આરોપી ત્યા આવી ફરીયાદીને તુ કેમ મારી સાથે રહેતી નથી તેમ કહી ગાળો આપી ઢીકાપાટુનો માર મારી છુટા નળીયાનો ઘા કરીને કપાળના ભાગે ઈજા પહોંચાડી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર પરણીતા કમળાબેને આરોપી તેના પતિ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ ૩૨૩,૩૩૭,૫૦૪, મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,608,546

TRENDING NOW