મોરબીના લીલાપર નજીક આવેલ કારખાનામાં રહેતા યુવાનના ઘરે જઈને “તું અમારા ધંધા પર જઈને કેમ બોલાચાલી કરે છે” તેમ કહીને યુવાન અને તેની માતાને 2 શખ્શે માર મારી જાતિ પ્રત્યે હડધૂત કર્યો હોવાની યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર રોડ પર આવેલ ન્યુ મનહર કારખાનાની ઓરડીની અંદર રહેતા વિજયભાઈ માવજીભાઈ વેગડા (ઉં.વ.22)એ સુનિલ વાઘાણી (રહે.ઈન્ડીયા કારખાનાની ઓરડીમાં નીલકમલ સોસાયટી સામે લીલાપર રોડ મોરબી) અને કિરણ ઉર્ફે બેબલો નાગજીભાઈ દેગામાં (રહે. વિલ્સન કારખાના સામે લીલાપર રોડ મોરબી)ના સામે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, આરોપીઓએ ફરિયાદી વિજયભાઇને કહેલ કે “તું અમારા ધંધા પર જઈને કેમ બોલાચાલી કરે છે” તેમ કહીં ફરિયાદી વિજયભાઇને ઘરની બહાર બોલાવી આરોપીઓએ ઢીકાપાટુ વડે મૂઢમાર મારીને જાતિ પ્રત્યે હડધૂત કરી સાહેદ રમાબેન માવજીભાઈ વેગડાને આરોપી કિરણ ઉર્ફે બેબલોએ લાડકી વડે માર માર્યો હતો. જેથી રમાબેનને હાથમાં અને શરીરમાં ઇજા થય હતી. ફરિયાદ પરથી પોલીસે મારામારી અને એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.