થોડા સમય પહેલા સિરામિક એસોસિયેશનની મળેલ મિટિંગમાં તારીખ 10 ઓગસ્ટ થી એક મહિનાનો વેકેશન પાડવા એલાન કરવામાં આવ્યું હતું ત્યારે તાજેતરમાં મળેલ ટ્રક અને ટ્રાન્સપોર્ટ એસોસીએશન ની મિટિંગમાં તેઓ દ્વારા પણ તારીખ 15 ઓગસ્ટ થી એક મહિનાનું વેકેશન પાડવા જાહેરાત કરાય છે.
મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસો.ના પ્રમુખ પ્રભાતભાઈ આહીરે જણાવ્યું હતું કે સિરામિક ઉદ્યોગમાં ડોમેસ્ટિક માર્કેટમાં માંગ ઘટતા સિરામિક ઉદ્યોગના ચારેય પાંખો દ્વારા તારીખ 10 થી એક મહિના સુધી વેકેશન પર જવાનું નક્કી કરવામાં આવ્યું હતું ત્યારે જો સીરામીક બંધ રહે તો ટ્રાન્સપોર્ટ આપોઆપ બંધ થઈ જાય, તો ટ્રક અને ટ્રાન્સપોર્ટ ઉધોગએ પણ તારીખ 15 ઓગસ્ટ થી એક મહિના સુધી વેકેશન પર જવાનું નક્કી કર્યું છે