મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણ ની ફરિયાદમાં CCTV ફૂટેજ જેવા પૂરવા હોવા છતાં પાંચ આરોપીના યુવા એડવોકેટની તાર્કિક દલીલ થી જામીન મંજૂર
(લંકેશ)
મોરબીમાં બેલા રંગપર પાસે પાંચ જેટલા આરોપી દ્વારા એક ઈસમ નું કાળી ગાડીમાં અપહરણ કરાયું હતું જે આખી ઘટના પણ CCTV કેમેરામાં કેદ થઈ હતી અને પોલીસ દ્વારા ફરિયાદી ઇસમ ને આરોપીની ચુંગલમાંથી છોડાવ્યો હતો અને આખી ઘટના ગણતરીના કલોકમાં બની હતી પોલીસ દ્વારા પાંચ જેટલા આરોપી વિરુદ્ધ ગંભીર ગુનો નોધી મોરબી કોર્ટ માં રજૂ કરાયા હતા શરૂવાત થી જ આ કેસ મોરબી માં ટોક ઓફ ટાઉન બની ગયો હતો
આખી ઘટના ની હકીકત એવી છે કે મોરબીમાં હાલ સિરામિક ઉદ્યોગો માં રોજના કરોડો રૂપિયા શ્રોફ અને આંગડિયા મારફતે આવતા હોય છે જે ધંધા રોજગાર માટે વ્યવહારિક છે પણ કાનૂની ગેરકાયદેસર છે જે યુવાન નું અપહરણ થયું તેના બંને ભાઈ લાલજી સવસિંહ સોઢા અને નરસિંહ સોઢા બંને શ્રોફ ના ધંધા સાથે સંકળાયેલ હતા જેમાં અપહરણ થયું તેની દુકાન થી લેતી દેતી નો તમામ વહીવટ થતો અને આ શ્રોફ માં પટેલ યુવાનને મુખોટુ બનાવી આ ધંધો શરૂ કર્યો શરૂવાત મા બધું ચાલિયું પછી ૧૨ થી ૧૫ કરોડ નું ઉઠમણું કરી આ બંને રફ્ફૂચક્કર થઈ ગયા અને ઉઘરાણા વારા અંદાજે ૪૦ જેટલા લોકોએ હલ્લા બોલ કર્યા હતા અને પોલીસ માં પણ અનેક ફરિયાદ કરી પણ પોલીસ દ્વારા ફરિયાદ લેવાઈ ન હતી આ રોલ કરનાર વિરુદ્ધ પણ મોરબીમાં ૧૬ થી વધુ નેગોસિયેટ ના કરોડ ના ગુના નોંધાયેલ છે સામાન્ય લોકો સાથે જયારે આવી ઘટના બને ત્યારે લોકો રાજકીય નેતાઓ પાસે જતા હોય જે દૂધ અને દહીં માં હાથ રાખી ખોટા વાયદા કરી પોતાના રોટલા શેકાતા હોય
પોલીસ દ્વારા આરોપીઓ ને બી.એન.એસ ની કલમ ૧૪૦(૩),૧૧૫(૨),૧૮૯(૨),૧૯૦,૧૯૧(૨),૧૯૧(૩) તથા જી.પી એકટની કલમ ૧૩૫ મુજબ ગુના ના એડિશનલ ચીફ જ્યુડી. મેજિસ્ટ્રેટ સાહેબ ની કોર્ટ માં રજૂ કરેલ ત્યારે કોર્ટ રૂમ અને કેમ્પસ માં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા સરકાર પક્ષે રજૂવાત કરાઇ કે આવા ગંભીર ગુનામાં આરોપીને જામીન મુકત કરવામાં આવેશે તો તેની સમાજમાં અવળી અસર પડશે તથા ફરિયાદી હાલ સારવાર હેઠળ છે
પોલીસ તરફ થી તપાસ અધિકારી દ્વારા રજૂવાત કરાઇ હતી કે આ ગુનામાં ૭ વર્ષની સજાની જોગવાઈ છે જે નોનબેલેબલ છે
ત્યાર બાદ આરોપી પક્ષના યુવા વકીલ ધ્રુવિલ ભીમાણી અને વકીલ લેખરાજ ગઢવી દ્વારા એકદમ તાર્કિક અને ટેકનિકલ દલીલ કરી હતી કે આરોપી અને ફરિયાદી વચ્ચે નાણાંકીય લેવડ દેવળ હતી ,ફરિયાદીનું ફિટનેસ સર્ટિ જોતા કોઈ ગંભીર ઇજાઓ જાણતી નથી, આરોપી વિરુદ્ધ મોત કે આજીવન સજા વાળા ગુના નોંધાયેલ નથી, તપાસ અધિકારી દ્વારા આરોપીની હાજરીની જરૂર હોય એવું જણાવ્યું નથી જો જેલ પ્રતિબંધ હેઠળ રાખવામાં આવે તો પ્રિ પેનિસમેન્ટ થઈ શકે તેમ છે “જામીન એ નિયમ છે અને જેલ એ અપવાદ છે ” જેવી દલીલો સાથે સુપ્રીમકોર્ટ નો મહત્વો ચુકાદો રજૂ કર્યો ,
બને યુવા વકીલ ની અભ્યાસુ દલીલ અને શૈલી થી એવું લાગતું હતું જાણે કાયદો જવાન થઈ ગયો , આ દરમ્યાન ખીચખીચ ભરેલી લોબીમાં ગણગણાટ શરૂ થઈ ગયો નામદાર કોર્ટ દ્વારા તમામ આરોપીના ૨૦ હજાર બોન્ડ અને શરતો ને આધિન જામીન મંજૂર કરી દીધા
જેવા જામીન મંજૂર નો હુકમ થતા જે લોકો દ્વારા યુવા વકીલ ને પ્રોત્સાહિત કરવા ભેટી પડ્યા હતા ,સામાન્ય લોકોમાં હાલ એક જ પ્રશ્ન છે કે પોલીસ ફરિયાદ લેતી નથી , પણ કાયદો જ કિંગ છે કેમ કે કાયદા સામે ભલભલા ચમરબંધીના બટન ખુલી જાય છે માટે આવા યુવા વકીલ ટીમ નું યોગ્ય માર્ગદર્શન સાથે જો તમે માનસિક પવિત્ર હોઈ તો ન્યાય ચોક્કસ મળશે
આ જામીન કામગીરીમાં બને યુવ વકીલ અને તેની ટીમ જયદીપ ઘોડાસરા , નિકિતા વામજા , સાદરિયા રાજવી વગેરે રોકાયેલ હતાં





