મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં પાવડીયારી કેનાલ શાક માર્કેટ પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમો જલાલુદ્દીન દોસમામદ લાધાણી (ઉ.વ.૩૪) રહે. કાન્તીનગર માળીયા ફાટકની સામે મોરબી તથા વલીમામદ મામદહુસેન સંધવાણી (ઉ.વ.૫૯) રહે. વિશીપરા મદીના સોસાયટી મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૫૬૦ ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.