મોરબી તાલુકાના રાજપર ગામે પટેલ સમાજની વાડી નજીકથી એક શખ્સને વિદેશી દારૂની પાંચ બોટલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે ત્યારે તેના વિરુદ્ધ પ્રોહી. અન્વયે ગુનો નોધિ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે હાથ ધરી છે
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રાજપર ગામે પટેલ સમાજની વાડી નજીકથી મોરબી તાલુકા પોલીસે બાતમીને આધારે દરોડો પાડી આરોપી રમેશ વસરામભાઈ અધારા રહે.રાજપર વાળાને વિદેશી દારૂની પાંચ બોટલ કિંમત રૂપિયા 1500 સાથે ઝડપી લઈ પૂછપરછ કરતા વિદેશી દારૂની આ બોટલ આરોપી મનુભાઈ પુનાભાઈ ડાંગર રહે.કોયલી ગામ વાળા પાસેથી મેળવ્યાની કબુલતા આપતા પોલીસે વિદેશી દારૂનો જથ્થો કબ્જે કરી રમેશને અટકાયતમાં લઈ આરોપી મનુભાઈને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.