મોરબી તાલુકાના પીપળી ગામે રહેતા આ કામના ફરિયાદીએ તેમના સગા ભાઈ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તેમના ભાઈ અગાઉ ઝઘડાના કેસમાં સમાધાન કરવા અવારનવાર કહેતા હોય અને ફરિયાદી ના પાડતા હોય તેનો ખાસ રાખી ઝપાઝપી કરી ગાળો આપી લોખંડના છરા વડે ફરિયાદીને ઇજા કરી હોય ત્યારે આ બાબતે ફરિયાદીએ તેમના સગા ભાઈ વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે
આ સમગ્ર મામલે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના પીપળીયા ગામે રહેતા ગોવિંદસિંહ નરવીરસિંહ જાડેજા (ઉ.વ.૫૧) એ આરોપી મહીપતસિંહ નરવીરસિંહ જાડેજા રહે. પીપળીયા ગામ તા. મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને આરોપીએ આગઉ થયેલ ઝગડો ના કેશમા સમાધાન કરવા અવાર-નવાર કહેતા અને ફરીયાદી ના પડતા તેનો ખાર રાખી આરોપીએ ફરીયાદી સાથે ઝપા -ઝપી કરી ગાળો આપી તથા લોખંડના છરા વડે ફરીયાદીને ઈજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.