Tuesday, March 10, 2026

મોરબી તાલુકાના જીવાપર ગામની સીમમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપાઈ..

Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલુકાના જીવાપર ગામની સીમમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપાઈ..

મોરબીના જીવાપર ગામની સીમમાં વાડીમાં દેશી દારૂ બનાવવામાં આવી રહ્યો હોવાની બાતમીને આધારે મોરબી તાલુકા પોલીસે દરોડો પાડી આરોપી કાંતિલાલ કાલરિયાને ઠંડો, ગરમ આથો, દેશી દારૂ અને ભઠ્ઠીના સાધનો તેમજ બાઈક સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

ત્યારે આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના જીવાપર ચકમપર ગામની મોરીયાની સીમમાં આરોપી કાંતીલાલ નથુભાઇ કાલરીયા પોતાની વાડીમાં દેશી દારૂ બનાવતા હોવાની બાતમીને આધારે મોરબી તાલુકા પોલીસે દરોડો પાડતા વાડીમાં દેશી દારૂની ચાલુ ભઠ્ઠી મળી આવી હતી જેથી પોલીસે 100 લીટર ગરમ આથો, 400 લીટર ઠંડો આથો, 60 લીટર તૈયાર દેશી દારૂ, ભઠ્ઠીના સાધનો અને એક બાઈક મળી કુલ 23,700ના મુદામાલ સાથે કાંતિલાલને અટકાયતમાં લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

Related Articles

Total Website visit

1,595,223

TRENDING NOW