રાજસ્થાનના ઝાલાવાડમાં રહેતા અર્જુનસિંહ મોડાજી નાયક (ઉ.વ.૫૦) એ આરોપી રાહુલ રોડુલાલ નાયક તથા રેવાલી રાહુલ નાયક હાલ-રહે. ઓલ્વીન સીરામીક કારખાનામાં, જાંબુડીયા સીમ તા.જી.મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીની દિકરી પાયલ ઉર્ફે રાનીના આરોપી પતિ રાહુલ રોડુલાલ નાયકને, આરોપી રેવાલી સાથે આડા સબંધ હોવાથી આરોપી રાહુલ આરોપી રેવાલીને પોતાની બીજી પત્નિ તરીકે સાથે રાખતો હોય અને ફરીયાદીની દિકરી પાયલને આરોપીને તેની પત્નિ તરીકે રાખવી ન હોય જેથી બંને આરોપીઓએ સાથે મળી ફરીયાદીની દિકરી પાયલ ઉર્ફે રાની ઉંમર આશરે ૨૦ વર્ષ વાળીનુ ગળુ દબાવી, મોત નિપજાવી ખુન કરી પાયલ ઉર્ફે રાનીની લાશને દોરડાથી બાંધી તેની ઓરડીની પાછળ નિચેના ભાગે લાશ ઉતારી મુકી દઇ પુરાવાનો નાશ કરેલ હોય અને આરોપી પતિ રાહુલએ પત્નીનુ ખૂન કરી તે બાબતે ફરીયાદીને ખોટી માહીતી આપી પુરાવાનો નાશ કર્યો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.