વિકસિત ભારત સંકલ્પ યાત્રા
મોરબી તાલુકાના અમરેલી ગામને Odf+ model Village જાહેર કરી ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયાના હસ્તે અભિનંદન પ્રમાણપત્ર એનાયત કરાયું
00000
માહિતી બ્યુરો, મોરબી
મોરબી જિલ્લાના ગામડાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને ગામે ગામ પ્રતિસાદ મળી રહ્યો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઇ મોદીની ગેરંટી વાળી ગાડીથી લોકપ્રિય બનેલી આ યાત્રા રથનું ગામેગામ ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે ત્યારે મોરબી તાલુકાના અમરેલી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને ગ્રામજનોએ ઉત્સાહભેર વધાવી હતી.
મોરબી જિલ્લાના ગામોમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ના રથ ભ્રમણ કરી રહ્યા છે. આ રથ દ્વારા સરકારશ્રીની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓની માહિતી ગ્રામજનો સુધી અસરકારક રીતે રજૂ કરવામાં આવી રહી છે. ગ્રામ્ય કક્ષાએ સ્વચ્છતા અભિયાન અન્વયે કરેલ ઉમદા કાર્યો બદલ ગ્રામ પંચાયતોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવી રહ્યા છે.
મોરબી તાલુકાના અમરેલી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમ્યાન એસ.બી.એમ. (સ્વચ્છ ભારત મિશન) ગ્રામીણ યોજના અંતર્ગત Odf +Model Village જાહેર કરી ગામને અભિનંદન પ્રમાણ પત્ર માન.ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ અગ્રણીશ્રી જેઠાભાઈ મિયાત્રા દ્રારા સરપંચશ્રી વિપુલભાઈ ચૌધરીને એનાયત કરવામાં આવ્યું.
00000
તેજસ રૂપાણી





