મોરબી: ડીવાઇન લાઈટ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબીના ફાઉન્ડર અને પ્રમુખ ડૉ. ચિરાગભાઈ ચૌહાણનો આજ જન્મદિવસ છે.
ડૉ.ચિરાગ ભાઈ ચૌહાણનો આજે 39 વર્ષ પુરા કરી 40 માં વર્ષ માં પ્રવેશ કર્યો છે. ત્યારે આજે જન્મદિવસની પ્રેરણદાયી ઉજવણી કરી એને સમાજમાં એક સારું ઉદાહરણ રૂપ જીવન જીવી રહ્યા છે. અત્યાર સુધી એમને સેવાઓ નો અવિરત પ્રવાહ એમના જીવન માં એમને ચાલુ રાખ્યો અને લોકસેવામાં એમને એમનું આટલું જીવન વિતાવ્યુ છે.હાલ શહેરના અલગ અલગ વિસ્તારમાં 3 કલીનીક ચલાવે છે.જેમાં રાહતદરે દવા ઉપલબ્ધ કરાવે છે. તે સિવાય અવાર નવાર કેમ્પોનું આયોજન કરી મેડીકલ સેવા સાથે જનસેવા પણ કરી રહા છે.
તેમજ સરકાર દ્વારા શહેરમાં લોકડાઉન કરવામાં આવ્યું ત્યારે પણ ખડે પગે રહી 800 જેટલા લોકોને જમાડવાનો યજ્ઞ પણ કરેલ હતો. જ્યારે પણ કોઈને જરૂર હોય કાળી રાત્રે પણ દોડી ને સેવા કરવા વાળા ચિરાગ ભાઈ ને જન્મદિવસ ની શુભેચ્છાઓ અને યશ અને કીર્તિ સમાજમાં એક સારી નામના મેળવે ઈશ્વર એમને ખૂબ આગળ વધારે એવી શુભેચ્છાઓ હિતેચ્છુઓ દ્વારા પાઠવવામાં આવી રહી છે.