Saturday, May 3, 2025

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવ્ય આત્માઓના મોક્ષાર્થે આવતીકાલે શાંતિ હવનનું આયોજન

Advertisement
Advertisement
Advertisement

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવ્ય આત્માઓના મોક્ષાર્થે આવતીકાલે શાંતિ હવનનું આયોજન

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવ્ય આત્માઓના મોક્ષાર્થે આવતીકાલે શાંતિ હવનનું આયોજન

મોરબી: મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવ્ય આત્માઓના મોક્ષાર્થે સામાજિક કાર્યકરો દ્વારા આવતીકાલે મોરબીમાં શાંતિ હવનનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ જી. બાંભણીયા, અજયભાઇ વાઘાણી, રાણેકવાનીયા દેવેશ મેરૂભાઈ, મુછડીયા વાલજીભાઈ ધનજીભાઈ, મુસાભાઇ બ્લોચ, સામાજીક કાર્યકરો દ્વારા મોરબીની ઝુલતા પુલ દુર્ઘટનામાં હિન્દુ મુસ્લીમ દિવ્ય આત્માાઓના મોક્ષાર્થે તારીખ ૩૦/૧૦/૨૦૨૪ ને બુધવાર ના રોજ સમય સવારે ૯-૩૦ કલાકે મોરબીના ઝુલતાપુલના પાસેના વિસ્તાર, મયુર હોસ્પીટલની પાસે, સ્વામીનારાયણ મંદિર બાજુમાં દિવ્ય આત્માઓને શાંતિ માટે શાંતિ હવનનું આયોજન કરવામાં આવ્યું છે. આ દુર્ઘટનાને બે વર્ષ પૂર્ણ થવા આવ્યા છે ત્યારે તેમના પરીવારને યોગ્ય ન્યાય સત્વરે મળે તે માટેદિવ્ય આત્માને મોક્ષાર્થે શાંતિ હવનનું આયોજન કરવામાં આવ્યું છે તો મોરબીની તમામ હિન્દુ-સમુસ્લીમ જનતાને આ શાંતિ હવનમાં પધારવા સામાજીક કાર્યકરો દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Related Articles

Total Website visit

1,502,726

TRENDING NOW