મોરબી: પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની સુચનાથી એસ.ઓ.જી. પોલીસ ઇન્સ. જે.એમ.આલ ના માર્ગદર્શન હેઠળ આગામી ૧૫મી ઓગસ્ટ તેમજ તહેવારો અનુસંધાને મોરબી જિલ્લામાં ગેરકાયદેસર હથિયાર રાખતા ઇસમોને શોધી કાઢવા સુચના મળતા જે અંગે એસ.ઓ.જી. સ્ટાફ મોરબી સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હેડ કોન્સ્ટેબલ શેખાભાઇ મોરી તથા પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઇ મીયાત્રા બન્નેને સંયુક્ત ખાનગીરાહે મળેલ હકિકત આધારે મોરબી સીટી જોન્સનનગરના ઢાળીયા પાસે આરોપી એઝાજ યુનુસભાઇ ફલાણી ( ઉ.વ.૨૧ રહે.રાજકોટ કોઠારીયા સોલવન્ટ નુરાનીપરા હશેનીચોક મુળ મોરબી કાલીકાપ્લોટ હુશેનીચોક મોરબી)વાળો ગેરકાયદેસર દેશી હાથ બનાવટની પીસ્ટલ નંગ-૧ તથા જીવતા કાર્ટીઝ નંગ-૨ સાથે મળી કુલ કી.રૂ.૧૦,૨૦૦ સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ આર્મ્સ એકટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયેલ છે.
આ કામગીરી મોરબી એસ.ઓ.જી. એએસઆઇ રણજીતભાઇ બાવડા, કિશોરભાઇ મકવાણા તથા હેડ કોન્સ્ટેબલ રસિકભાઇ કડીવાર, સબળસિંહ સોલંકી, સેખાભાઇ મોરી, મુકેશભાઇ જોગરાજીયા, મહાવીરસિંહ પરમાર તથા પોલીસ કોન્સ્ટેબલ સતિષભાઇ ગરચર, ધર્મેન્દ્રભાઇ વાધડીયા તથા ભાવેશભાઇ મીયાત્રા રોકાયેલ હતા.