મોરબી – જોધપર રોડ પર ટ્રક હડફેટે બાઈક ચાલકનું મોત.
મોરબીના જોધપર રોડ પર આવેલ મચ્છુ -૨ ડેમ પાસે વળાંકમાં પૂર ઝડપે આવતા ટ્રક ચાલકે સામેથી આવતા બાઇક સવારને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. ત્યારે બાઈક સવારનું મોતની પછી હતું અને ટ્રક ચાલક ત્યાંથી તે છૂટતા ટ્રક ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાઇ છે.
ત્યારે આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી – જોધપર રોડ ઉપર મચ્છુ-2 ડેમ પાસે વળાંકમાં પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રક નંબર GJ-03-AZ-0387 નંબરના ચાલકે સામેથી બાઈક લઈને આવી રહેલા મોરબીના રહેવાસી કીશોરભાઇ કરમશીભાઇ ચાવડા ઉ.31ને હડફેટે લેતા ટ્રકના ટાયરના જોટા નીચે માથું આવી જતા કિશોરભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ બાદ ટ્રક ચાલક ટ્રક રેઢો મૂકી નાસી જતા મૃતકના ભાઈ બળદેવભાઇ કરમશીભાઇ ચાવડા, રહે.રાફડાની વાડી, શનાળા રોડ, વિશાલ ફર્નીચર પાછળ મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.





