Monday, March 16, 2026

મોરબી જેલની જેલ રેન્જ આઈજી ગીરીશ પંડ્યાએ ઓચીંતી મુલાકાત લિધી; કેદી સુધારણા અને સુરક્ષા વ્યવસ્થાઓ પર ભાર મૂક્યો

Advertisement
Advertisement
Advertisement

કેદી સુધારણાને પ્રાથમિકતા: મોરબી મુલાકાતે આઈજી ગીરીશ પંડ્યાનું નિવેદન

મોરબી; સૌરાષ્ટ્ર જેલ રેન્જના આઈજી ગીરીશ પંડ્યાએ આજે મોરબી સબ જેલની મુલાકાત લઈ જેલની કામગીરી અને વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. રેન્જ આઈજી તરીકે નિમણૂક થયા બાદ તેમની આ પ્રથમ મોરબી મુલાકાત હતી, જેને લઈ જેલ તંત્રમાં ચકચાર જોવા મળી હતી.

ઉલ્લેખનીય છે મુલાકાત દરમિયાન આઈજી ગીરીશ પંડ્યાએ જેલના વિવિધ વિભાગોનું નિરીક્ષણ કરી કેદીઓને મળતી સુવિધાઓ અને વ્યવસ્થાઓ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. તેમણે ખાસ કરીને કેદી સુધારણા કાર્યક્રમોને વધુ પ્રાથમિકતા આપવા અને કેદીઓના પુનર્વસન માટે પ્રયત્નો વધારવા પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે તેમણે મહત્વની માહિતી આપતા જણાવ્યું હતું કે મોરબી નજીક અમરેલી ગામ પાસે આગામી એકાદ વર્ષમાં નવી જેલ બનાવવાની યોજના છે. આ માટે જરૂરી મંજૂરી અને વહીવટી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં નિર્માણ કામગીરી શરૂ કરવામાં આવશે. નવી જેલમાં અન્ય જેલોની જેમ ઔદ્યોગિક વિભાગો શરૂ કરવામાં આવશે જેથી કેદીઓને કામકાજ મળી રહે અને તેમની સુવિધાઓમાં વધારો થાય. સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે જેલના બહારના વિસ્તારોમાં CCTV કેમેરા સ્થાપિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. ઉપરાંત રીઢા ગુનેગારોને કોર્ટમાં લઈ જવાના બદલે વીડિયો કોન્ફરન્સ મારફતે રજૂ કરવાની વ્યવસ્થા વધારવામાં આવશે. હાલમાં મોરબી જેલમાં લગભગ 50 ટકા કેદીઓની વીડિયો કોન્ફરન્સ દ્વારા રજૂઆત થાય છે, જેને વધારીને 70 થી 80 ટકા સુધી લઈ જવાનો પ્રયાસ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ગીરીશ પંડ્યા પ્રભારી રેન્જ આઈજી તરીકે ફરજ બજાવતા હોવાથી તેમણે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની પણ મુલાકાત લીધી હતી. જ્યાં પોલીસ સ્ટેશનમાં આવતી અરજીઓ અંગે માહિતી મેળવી અને અરજીઓનો સમયસર નિકાલ થાય તે માટે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.

Related Articles

Total Website visit

1,597,712

TRENDING NOW