મોરબી જુના બસસ્ટેન્ડમાં ઓનલાઈન ટીકીટ બુકિંગ સુવિધા ઘણા સમયથી બંધ હોવાના કારણે બસમાં મુસાફરી કરતા વિદ્યાર્થી તથા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ઓનલાઇન ટીકીટ બુકિંગ સુવિધા બંધ હોવાથી જુના બસસ્ટેન્ડ વિસ્તારના આસપાસના લોકો અને વિદ્યાર્થીઓને મોરબીના સામાકાંઠે અથવા નવા બસસ્ટેન્ડ સુધી ટીકીટ બુકિંગ કરવા માટે ધક્કા ખાવા પડે છે. જેથી ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેના કારણે જાગૃત નાગરિકે મોરબીના જુના બસસ્ટેનમાં તાકીદે ઓનલાઇન ટીકીટ બુકિંગ સુવિધા ચાલુ કરવા માંગ કરી છે.