Tuesday, May 13, 2025

મોરબી જીલ્લા પોલીસ તંત્ર દ્વારા જનતા માટે માર્ગદર્શિકા જાહેર કરાઈ

Advertisement
Advertisement
Advertisement

મોરબી જીલ્લા પોલીસ તંત્ર દ્વારા જનતા માટે માર્ગદર્શિકા જાહેર કરાઈ

મોરબી: મોરબી જીલ્લા પોલીસ દ્વારા હંમેશા એવા પ્રયત્નો કારતી આવે છે કે જીલ્લામાં શાંતી બની રહે તેવા પ્રયત્નો કરતી આવે છે. ત્યારે મોરબી જિલ્લામાં આવનાર તહેવારોના દિવસોમાં કોઈ અનિચ્છનિય ઘટના ન ઘટે તથા આવનાર સમયમાં જિલ્લામાં શાંતી જળવાઇ રહે તે માટે વાહન ચાલકોને નિર્દેશીને એક માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. જેમાં વાહન ચાલકોને કેટલાક સલાહ સુચન આપવામાં આવેલ છે.

મોરબી જિલ્લા પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું છે કે, જયારે તમે કાર પાર્કિંગ કરો ત્યારે તમારી કારમાં કોઇ કિંમતી ચીજ વસ્તુઓ જેવા કે, દાગીના, લેપટોપ, મોબાઇલ, પર્સ કે રોકડા રૂપીયા જેવી વસ્તુઓ મુકવી નહિ., જયારે તમે રોડ પરથી પસાર થાવ ત્યારે કોઇ અજાણી વ્યકિત તમારૂ વાહન ઉભું રાખવાનો ઇશારો કરે અથવા ગાડીમાં હવા ઓછી છે કે ઓઇલ લીંક થાય એવુ કહી ધ્યાન ભટકાવવાની કોશીષ કરે તો એલર્ટ રહો., બેંક, જવેલરી શોપ કે આંગળીયા પેઢીમાં જતી વખતે અને પાછા ફરતી વખતે ખાસ ધ્યાન રાખો કે, તમારો કોઇ પીછો કરતુ હોય તેવુ લાગે તો તાત્કાલીક પોલીસનો સંપર્ક કરો., દિવાળીના તહેવારો દરમ્યાન નાણાકીય મોટી હેરફેર કરવાની હોય તો પોલીસનો સંપર્ક કરી મદદ લો., વધુ રકમની આપ – લે કરતી વખતે હંમેશા ટુ વ્હીલર ૧ટુ નહીં પરંતુ ફોર વ્હીલનો ઉપયોગ કરો., કોઇપણ રીક્ષા, બસ, ટ્રેન કે પેસેન્જર વાહનોમાં મુસાફરી કરતી વખતે ખાસ એલર્ટ રહો અને તમારા કિંમતી સામાનનું ધ્યાન રાખો., અજાણ્યા સહ પ્રવાસી દ્રારા આપવામાં આવતી કોઇ પણ ચીજ વસ્તુ ખાવી પીવી નહી., દિવાળીના તહેવારો દરમ્યાન બહારગામ જાવ ત્યારે કિંમતી સામાન કે રોકડ રકમ બેંક લોકરમાં રાખવી., જાહેર રસ્તા ઉપર ચાલતી વખતે કે મોટરસાયકલ પર જતી વખતે તમારૂ પર્સ, મોબાઇલ કે દાગીના કોઇ ઝુટવી ન લે તેવી ખાસ તકેદારી રાખવી… તેવી મોરબી જિલ્લા પોલીસ દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.

Related Articles

Total Website visit

1,503,265

TRENDING NOW